About

About US

About Hriday Parivartan & Guru MS



હૃદય પરિવર્તન



પરમ પૂજ્ય ગુરુદેવ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામસુરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)
પરમાત્મા મહાવીરની પાટપરંપરામાં આવતા જગદગુરુ હીર વિજય હુરીશ્વરજી મહારાજના કૃપાપાત્ર ક્રિયાધારક પં. સત્યવિજયજી મહારાજની સીધી પાટપરંપરા અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની પ્રાચીનતમ પુણ્ય ગાદીએ અવતારે છે.

આવી સુવિશુદ્ધ પટ્ટપરંપરાના તેજસ્વી નક્ષત્ર એટલે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજા! ડહેલાવાળા તરીકે ઓરખાતા આ મહાપુરુષ અમદાવાદની કુવાવાળી પોળમાં જન્મ લઈને જિનશાસનના સૂર્ય તરીકે જગતભરમાં મશહૂર બન્યા.

પરમવુભૂતિ અને પ્રતિભાસંપન્ન ગુરુ પં. ધર્મવિજયજી તથા આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પરમ કૃપાપાત્ર શિષ્ય બનીને આગમ - શાસ્ત્ર - તર્ક - ન્યાય અને છેદ સૂત્રોના પરમ અવગાહક બન્યા. સં. ૨૦૪૮ થી સમગ્ર તપાગચ્છના નાયક બન્યા. આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રશ્નો હોય કે શાસનક્ષેત્રની કોઈ પણ સમસ્યા હોય તેના નિવારણનું એક માત્ર સરનામું પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજ હતા.

ભગવાન મહાવીરસ્વામીથી આજ સુધી અનેક આચાર્ય ભગવંતો થયા. તેમાં ૫૦ વર્ષથી અફહીક આચાર્ય પદપર્યાય ધરાવતા આચાર્ય ભગવંત પ્રાપ્ય જાણકારી મુજબ માત્ર ૧૭ થયા છે. તેમાં સત્તરમા ક્રમાંકે પૂજ્યશ્રી આવ્યા. ૭૫ વર્ષનો સંયમ પર્યાય, ૫૫ વર્ષનો સુરીપદ પર્યાય અને ૮૯ વર્ષનું પૂર્ણ આયુષ્ય ધરાવનારા પૂજ્યશ્રી દુર્લભ એવી સહજ સમાધિપૂર્વક કૈલાસનગર, સુરત માં કાળધર્મ પામ્યા. સમગ્ર જૈનશાસનનાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન પૂજ્યશ્રીનાં કાળધર્મની પાલખીયાત્રામાં એક લાખથી વધુ જૈનો તથા અજૈનો ઉમટી પડ્યા હતા.



પરમ પૂજ્ય ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)



તત્વપ્રવચનપ્રજ્ઞ નિર્મળ પુણ્યનિધાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)
બનાસકાંઠાના દિયોદર તાલુકાના મીઠી પાલડીમાં જન્મ અને મુંબઈના વરલીના દરિયાકાંઠે દીક્ષા. માત્ર ૧૪ વર્ષની વયે દીક્ષિત થનારા રાજનીએ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે રજોહરણ સ્વીકાર્યું અને પૂ. આચાર્ય શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ (ત્યારે મુનિવર) નું શિષ્યત્વ સ્વીકારી મુનિશ્રી તરુણચંદ્ર વિજયજી બન્યા. વડીદીક્ષામાં નામકરણ મુનિ રત્નચંદ્ર વિજયજી થયું.

તપાગચ્છાધિપતિ શ્રમણગણભાલતિલક આચાર્યદેવ શ્રીમદ વિજય રામસુરીશ્વરજી મહારાજના હસ્તે આગમ શાસ્ત્ર તથા પ્રકારણગ્રંથોનો અભ્યાસ યોગોદહન ગણિપદ પન્યાસપદ બાદ શાસનના ક્ષેત્રે નોંધપાત્ર ગણાય તેવી માત્ર ૩૩ વર્ષની વયે આચાર્યપદ થી વિભૂષિત થયા.

વિરાટ છારીપાલક સંઘો, વિશિષ્ટ જિનાલયોના નિર્માણ, અંજન - પ્રતિષ્ઠા, પ્રાયઃ: પ્રતિવર્ષ ઉપધાન, સાતત્ય સભર દીક્ષા પ્રસંગો જેવા શાસનપ્રભાવક અનુષ્ઠાનોની સાથે સાથે સ્વાધ્યાય તથા શ્રુત અભ્યાસની સતત યજ્ઞ વેદિકા જેઓશ્રીની નિશ્રામાં ચાલતી રહે છે. તેઓશ્રી તથા તેમના વિદ્વાન શિષ્યોની કલમથી લિખિત, સંપાદિત પ્રકાશનો, પુસ્તકોની સંખ્યા ૧૩૦ થી વધુ થઇ છે.જૈન જગતમાં અપાર લોક ચાહના ધરાવનાર હૃદય પરિવર્તન માસિક પત્રના તેઓશ્રી પ્રણેતા છે. દેશ વિદેશમાં માત્ર બે માસના ગાળામાં હજારો નકલ દ્વારા ફેલાઈ જનાર બહુચર્ચિત અને લોકપ્રિય પુસ્તક અંતરાય કર્મ નિવારણ પૂજાના પ્રવચનો ના તેઓશ્રી અધિષ્ઠાતા છે.

પૂજ્ય ગુરૂદેવશ્રીની પ્રેરણાથી હૃદય પરિવર્તન પરિવાર, શ્રદ્ધા સંસ્કાર પરિવાર, જેવી યુવાનોની ટીમ સતત શાસનસેવા કરી રહી છે. શ્રદ્ધા સંસ્કાર પરિવાર દ્વારા પ્રતિવર્ષ ૭૫ લાખથી વધુ રાશિનો સાતક્ષેત્રમાં સદ્વ્યય થઇ રહ્યો છે તો પૂજ્યશ્રીની પ્રેરણા આશીર્વાદથી નાકોડા પાર્શ્વનાથ વિહારધામ, ગુંદરી તેમજ શ્રી રત્નચિંતામણી વિહારધામ, જાડા માં હજારો શ્રમણ - શ્રમણી સહિત ચતુર્વિઘ સંઘોની ભક્તિ થઇ રહી છે.



પરમ પૂજ્ય કવિહૃદય આચાર્ય ભગવંત શ્રી વિજય ઉદયરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)

Offcanvas right
Song Details